૪ ફિલ્મો જે તમને રખડવા પ્રેરે
જો તમને રખડપટ્ટી ગમતી હોય તો આ ૪ મુવી તમારે જોવા જ જોઇએ. INTO THE WILD:દરેક ભારતીય બાળકને ક્યારેક કારણ કે અકારણ થયું જ હોય છે ઘર, પરિવાર, માબાપ બધાને છોડીને ક્યાંક દૂર જતો/જતી રહુ. જો તમને પણ એવું થયુ હોય અથવા થતુ હોય તો આ મુવી તમારા માટે છે. પોતાના નીરસ જીવનથી કંટાળીને ફિલ્મમાં નાયક બધુ છોડીને જંગલો કોતરોમાં ફરવા નીકળી પડે છે. અમેરીકાના અફાટ પ્રદેશમાં લાંબા નિર્જન રસ્તા તેને નદી-નાળા, સરોવર, ઝરણા, લાંબા પુલના રસ્તા, ગુફામાં થઈને નીકળતી ટ્રેનના બખોલાં, શાંત દરિયા કિનારા, ગીચ બિહામણા જંગલ, વિદેશી મેળા અને બર્ફીલા પ્રદેશના ટાઢા નિર્જીવ રસ્તા તેને કુદરતી જાળમાં ફસાવે છે. જ્યાં તેનું જીવન હતુ ન હતુ થઈ જાય છે. રખડવાની જેમને મજા આવતી હોય તે લોકોએ આ મુવી જોવું જોઈએ. ROY: આપણે ભારતીયો એવા વિચિત્ર છીએ ને, ભારતમાં કોઇ અનોખા ટોપિક પર ફિલ્મ બનાવે તો એ મુવીની સામે પણ નહી જોવે અને નોલન,ફીન્ચર અને ક્યુબ્રીકની ફિલ્મોગ્રાફીની પંચાત કરશે. રોય મુવી એક આર્ટ ફિલ્મ પ્રકારનું મુવી છે. જેમાં INCEPTION મુવીની જેમ હકીકત અને કલ્પનાના તાણાવાણા વણી દર્શકોને મગજ દોડાવા મજબૂર કરે છે. મુવી થોડું ધીમ...